Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : GIDCની શ્રી ગણેશ રેમીડીસ યુનિટ -૨માંથી ઝાઇલીનના ૫ થી ૬ ડ્રમ ચોરાયા, જાણો શું છે સમગ્ર વિગત

કંપનીના પ્રોડકશન કેમિસ્ટ દ્વારા જ ઝાઇલીન મટીરીયલના રૂપિયા ૧ લાખની કિંમતના ૫ થી ૬ ડ્રમ સગેવગે કર્યાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર : GIDCની શ્રી ગણેશ રેમીડીસ યુનિટ -૨માંથી ઝાઇલીનના ૫ થી ૬ ડ્રમ ચોરાયા, જાણો શું છે સમગ્ર વિગત
X

અંકલેશ્વર GIDCમાં આવેલ શ્રી ગણેશ રેમીડીસ યુનિટ -૨ કંપનીના પ્રોડકશન કેમિસ્ટ દ્વારા જ ઝાઇલીન મટીરીયલના રૂપિયા ૧ લાખની કિંમતના ૫ થી ૬ ડ્રમ સગેવગે કર્યાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. અંકલશ્વર GIDC માં આવેલ શ્રી ગણેશ રેમીડીસ યુનિટ - ર માં ગત તા.6 માર્ચે ઝાઇલીન મટીરીયલના પાંચ થી છ જેટલા ડ્રમ જેની આશરે કિંમત ૧ લાખની ચોરી કંપનીમાં જ નોકરી કરતા પ્રોડકશન કેમિસ્ટ કલપેશ દોગાએ કંપનીની જાણ બહાર કંપનીના ઝાઇલીન મટીરીયલના પાંચ થી છ જેટલા ડ્રમ ચોરી કર્યાનું સીસીટીવી ચેક કરતા બહાર આવ્યું હતું. જેથી કંપનીના સાઇટ હેડ નીખીલ ગોવીંદભાઇ ચભાળીયાએ આ અંગેની જાણ કંપનીના ડાયરેક્ટર ચંદુભાઇ કોઠીયાને કરવા સાથે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.

Next Story