Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ગડખોલ અને અંદાડા વિસ્તારમાં ચાર મકાનોના તાળાં તૂટ્યા, 4 લાખથી વધુના મુદ્દામાલની ઉઠાંતરી

તસ્કરો રોકડા અને સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર : ગડખોલ અને અંદાડા વિસ્તારમાં ચાર મકાનોના તાળાં તૂટ્યા, 4 લાખથી વધુના મુદ્દામાલની ઉઠાંતરી
X

અંકલેશ્વરના ગડખોલ અને અંદાડા વિસ્તારમાં આવેલા ત્રણ સોસાયટીમાં તસ્કરોએ ચાર મકાનોને નિશાન બનાવી રોકડા રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાં મળી અંદાજે 4 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના અંદાડા વિસ્તારમાં આવેલ શ્યામ નગર સોસાયટીમાં રહેતા મહેન્દ્ર પ્રસાદ કામ અર્થે દહેજ ખાતે ગયા હતા જેઓનો પરિવાર પોતાના ઘરે હતો. તે દરમિયાન રાતે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું

મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા રોકડા 40 હજાર અને ઘરેણાં મળી અંદાજે 3 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જયારે ગડખોલના આર.કે.નગરમાં રહેતા નાગેન્દ્ર ચૌહાણ રાતે મકાનનું તાળું મારી પરિવાર સાથે ધાબા પર સુવા ગયા હતા તે દરમિયાન તસ્કરો તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને અંદર રહેલા 24 હજાર રોકડા તેમજ ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા તો પરિશ્રમ સોસાયટીના બે મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડા અને સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story