Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પોલીસના દરોડામાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો...

ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી કુખ્યાત બુટલેગરો પોલીસના ડર વગર બેફામ બની દારૂની હેરાફેરી કરી રહ્યા છે...

અંકલેશ્વર : પોલીસના દરોડામાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો...
X

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીના કુખ્યાત બુટલેગરના વિદેશી દારૂના જથ્થા ભરેલ પીકઅપ વાન ગોકુલધામ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પાર્કિંગમાંથી ઝડપી પાડી હતી. તો બીજી તરફ અંકલેશ્વર શહેર પોલીસે નવી નગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી કુખ્યાત બુટલેગરો પોલીસના ડર વગર બેફામ બની દારૂની હેરાફેરી કરી રહ્યા છે...

ત્યારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન સ્ટાફને બાતમી મળી હતી કે, અંકલેશ્વર જીઆઈડીસીનો કુખ્યાત બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો કિરીટ પરીખે પીકઅપ વાન નંબર GJ-05-BZ-3707માં વિદેશી દારૂનો જથ્થો લાવી ગોકુલધામ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પાર્કિંગમાં મુક્યો છે, ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે પીકઅપ વાનમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1472 નંગ બોટલ મળી આવી હતી.

જેમાં પોલીસે રૂપિયા 1.47 લાખનો દારૂ અને પીકઅપ વાન મળી કુલ રૂપિયા 6.47 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કુખ્યાત બુટલેગર સહીત 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અંકલેશ્વરની નવી નગરીમાં રહેતો બુટલેગર કલ્પેશ ઉર્ફે ભૂરિયો વસાવા પોતાના મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે શહેર પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 41 નંગ બોટલ મળી કુલ રૂપિયા 4 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર કલ્પેશ વસાવાને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story