Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : GIDCની એક કંપનીમાં નોકરી કરતા કર્મચારીની હત્યા પ્રકરણમાં ત્રણ જેટલા ઈસમોની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત એક ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીની હત્યા પ્રકરણમાં ત્રણ જેટલા ઈસમોની જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી

અંકલેશ્વર : GIDCની એક કંપનીમાં નોકરી કરતા કર્મચારીની હત્યા પ્રકરણમાં ત્રણ જેટલા ઈસમોની પોલીસે કરી ધરપકડ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત એક ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીની હત્યા પ્રકરણમાં ત્રણ જેટલા ઈસમોની જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસી ખાતે બે દિવસ અગાઉ રાત્રિના અંધારામાં સાઈકલ ઉપર સવાર ખાનગી કંપનીના બે કર્મચારીઓને મોબાઈલની શંકા રાખી હુમલો કરતા કર્મચારી બળવંત કાળુભાઇ રાઠોડ તથા રમણ નારણભાઈ પરમારના ઉપર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

જોકે ઇજાઓ પહોચતા બંને ઇજાગ્રસ્તોને જયાબેન હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન બળવંત કાળુ રાઠોડનું શનિવારના રોજ મોત નીપજ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી આરોપી પ્રદ્યુમન ઉર્ફે દિલીપ પ્રકાશ મંડલ, ઉ.વ.૨૨ હાલરહે, નવનીત પ્રોડક્ટ કંપનીના રૂમમાં, પનામા ચોકડી પાસે, અંક્લેશ્વર GIDC મુળ બિહારીપુર, બિહાર તથા આરોપી મિથુન શ્રીકાંત મંડલ ઉ.વ.૨૧ હાલ રહે, સાંઇગ્રીન એસીડ એન્ડ કેમીકલ પ્રા.લી. કંપનીના રૂમમાં, પનામા ચોકડી પાસે, અંક્લેશ્વર GIDC, મુળ રહે, જમાલપુર, બિહાર તથા આરોપી રામભુ ઉર્ફે બમબમ દેવન મંડલ, ઉ.વ.૨૬ હાલરહે, સાંઇગ્રીન એસીડ એન્ડ કેમીકલ પ્રા.લી. કંપનીના રૂમમાં, પનામા ચોકડી પાસે, અંક્લેશ્વર GIDC, મુળરહે, જમાલપુર, બિહારના આ તમામ આરોપીઓને જીઆઇડીસી પોલીસે ભારે જહેમત બાદ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story