Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : તાડ ફળિયાના કુખ્યાત જુગારી બુટલેગર વિજય વસાવાના જુગારધામ પર પોલીસના દરોડા, 8 જુગારી ઝડપાયા

ભરૂચ LCB પોલીસે તાડફળીયામાં જુગારધામ ચલાવતો વિજય વસાવાને ત્યાં બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો

અંકલેશ્વર : તાડ ફળિયાના કુખ્યાત જુગારી બુટલેગર વિજય વસાવાના જુગારધામ પર પોલીસના દરોડા, 8 જુગારી ઝડપાયા
X

અંકલેશ્વર શહેરના તાડ ફળિયામાં રહેતા કુખ્યાત જુગારી અને બુટલેગર વિજય વસાવાના જુગારધામ પર અંકલેશ્વર શહેર બાદ ભરૂચ LCB પોલીસે પણ દરોડા પાડયા હતા. LCB પોલીસે આઠ જુગારીયાઓને ઝડપી પાડી રૂપિયા 24 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વર : તાડ ફળિયાના કુખ્યાત જુગારી બુટલેગર વિજય વસાવાના જુગારધામ પર પોલીસના દરોડા, 8 જુગારી ઝડપાયા

મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસે તાડફળીયામાં જુગારધામ ચલાવતો વિજય વસાવાને ત્યાં બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. LCB પોલીસે જુગાર રમતા સુનિલ પરસોત્તમ ભોજવાણી, ફૈયાઝ હુશેન અબ્દુલ શેખ, અજય મનહર વસાવા, કનુ ગુમાન ચૌધરી, જાવેદ ગુલામ સિંધી, અરવિંદ ઈશ્વર ભાલીયા, વિઠ્ઠલ ભયજી ઠાકરડા, પ્રફુલ જીવણલાલ બારોટને ઝડપી પાડી 21 હજાર એક સોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો . નોંધનીય છે કે આ દરોડા દરમિયાન પણ જુગારધામ ચલાવતો કુખ્યાત બુટલેગર વિજય વસાવા ભરૂચ LCB પોલીસને પણ ચકમો આપી ફરાર થવા સફળ રહ્યો હતો.પોલીસે તેને બંને કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Next Story