Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સનાતન ઇન્ટરનેશનલ એકેડમીએ દેશના પ્રથમ CDF સહિત અન્ય જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ...

અંકલેશ્વર : સનાતન ઇન્ટરનેશનલ એકેડમીએ દેશના પ્રથમ CDF સહિત અન્ય જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ...
X

કુન્નુરમાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત અને મધૂલિકા રાવત સહિત 11 સૈનિકોનું નિધન થયું હતું, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યકર્મ યોજાયો હતો.


તામિલનાડુના કુન્નુરમાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં દેશે પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને ગુમાવી દીધા છે. તેમની સાથે આ દુર્ઘટનામાં બિપિન રાવતના પત્ની મધૂલિકા સહિત સેનાના 11 અધિકારીના પણ નિધન થયા છે, ત્યારે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે વીરગતિ પામેલ બિપિન રાવત તેમના ધર્મપત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે શ્રદ્ધાંજલિ પાઠવાય હતી. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય, શાળાના પ્રમુખ એલ.પી.પાંડે, ટ્રસ્ટી સુમિત પાંડે અને ભારત સરકારના રેલ્વે મંત્રાલયના સદસ્ય અનુરાગ પાંડે સહિતના આગેવાનોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની શરૂઆતમાં 2 મિનિટનું મૌન પાડ્યું હતું. રેલ્વે મંત્રાલયના સદસ્ય અનુરાગ પાંડેએ જણાવ્યુ હતું કે, જનરલ બિપિન રાવતની વિચારધારા અને એમની વીરતા દેશના યુવાનોને હંમેશા પ્રેરણા આપતી રહેશે.

Next Story