Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : અંદાડા ગામની હેપ્પી રેસિડન્સીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.1.86 લાખથી વધુની ચોરી કરી

અંદાડા ગામના વાઘી રોડ પર આવેલ હેપ્પી રેસિડેન્સીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 20 હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.86 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર : અંદાડા ગામની હેપ્પી રેસિડન્સીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.1.86 લાખથી વધુની ચોરી કરી
X

અંકલેશ્વરના અંદાડા ગામના વાઘી રોડ પર આવેલ હેપ્પી રેસિડેન્સીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 20 હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.86 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના અંદાડા ગામના વાઘી રોડ ઉપર આવેલ હેપ્પી રેસિડેન્સીમાં રહેતા હંસાબેન ચંદુભાઈ લીમ્બચીયા ગત 2 જુલાઈના રોજ દર્શન કરવા માટે ડાકોર ખાતે ગયા હતા અને તેઓના પુત્ર-પુત્રવધુ સૌરાષ્ટ્ર ગયા હતા. જ્યારે તેઓના પતિ મકાનને તાળું મારી નોકરી પર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ રોકડા 20 હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.86 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મકાન માલિક હંસાબેન લીમ્બચીયા પોતાના ઘરે આવતા તેઓને મકાનનું તાળું તૂટેલું હોવાનું અને ઘરમાં સામાન વેરવિખેર હોવાનું જણાતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

Next Story