Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જીન ફળિયામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, 3 મહિલા સહિત 8 જુગારીઓની ધરપકડ

અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તાર નજીક આવેલ જીન ફળિયામાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

અંકલેશ્વર : જીન ફળિયામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, 3 મહિલા સહિત 8 જુગારીઓની ધરપકડ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તાર નજીક આવેલ જીન ફળિયામાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તાર નજીક આવેલ જીન ફળિયામાં ઘણા સમયથી જુગારધામ ચાલતું હતું. જુગારધામમાં પાના પત્તાનો જુગાર ચાલતું હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે જુગાર અડ્ડા ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં 3 મહિલા સહિત 8 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, સ્થળ પરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે જુગાર રમવાના સાધનો, એક મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ 40 હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story