Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:ઈદગાહ મેદાન નજીક આવેલ નૂરે ઇલાહી સોસાયટીના બંધ મકાનમાંથી રૂ. 1.96 લાખના માલમત્તાની ચોરી,પોલીસે શરૂ કરી તપાસ

અંકલેશ્વર શહેરમાં ચોરી ઘટનાઓમાં વધારો થયો છે દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ પ્રકાસમાં આવી રહ્યી છે

અંકલેશ્વર:ઈદગાહ મેદાન નજીક આવેલ નૂરે ઇલાહી સોસાયટીના બંધ મકાનમાંથી રૂ. 1.96 લાખના માલમત્તાની ચોરી,પોલીસે શરૂ કરી તપાસ
X

અંકલેશ્વરના ઇદગાહની સામે આવેલ નૂરે ઇલાહી સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણા મળી કુલ ૧.૯૬ લાખથી વધુના મુદ્દામાલની ચોરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર શહેરમાં ચોરી ઘટનાઓમાં વધારો થયો છે દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ પ્રકાસમાં આવી રહ્યી છે ત્યારે તસ્કરોએ અંકલેશ્વરના ઇદગાહ મેદાનની સામે આવેલ નૂરે ઇલાહી સોસાયટીમાં રહેતી તન્વીરાબાનુ ઝુબેર હનીફ શેખના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ લોખંડની જાળી વાળા દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોનાના ઘરેણા મળી કુલ ૧.૯૬ લાખથી વધુનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે પોલીસ વિભાગ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story