Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કુરિયર સર્વિસની આડમાં દારૂનો વેપલો ચલાવતા 2 શખ્સો ઝડપાયા, રૂ. 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત

કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે, ત્યારે પોલીસે દરોડા પાડી પાર્સલોમાં તપાસ કરી હતી

અંકલેશ્વર : કુરિયર સર્વિસની આડમાં દારૂનો વેપલો ચલાવતા 2 શખ્સો ઝડપાયા, રૂ. 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક હાઈવે સ્થિત કુરિયર સર્વિસની ઓફિસમાંથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કુરિયર સંચાલક સહિત 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ એલસીબી પોલીસ મથકનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ નજીક આવેલ મહાવીર કોમ્પ્લેક્ષ સ્થિત મેટ્રો કુરિયરની ઓફિસમાં કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે, ત્યારે પોલીસે દરોડા પાડી પાર્સલોમાં તપાસ કરતા વિદેશી દારૂની 346 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 1.46 લાખનો દારૂ અને કાર, ફોન અને મોપેડ મળી કુલ રૂપિયા 4.46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં રહેતા કુરિયર સંચાલક પારસગિરી લહેરગીરી ગોસ્વામી અને મહેન્દ્રપુરી રૂપપુરી ગોસ્વામીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story