Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગોવાલી ખાતે બંધ કંપનીમાંથી લોખંડની ચોરી કરતા બે ઈસમો ઝડપાયા

ભરૂચ જિલ્લાના ગોવાલી ગામ નજીક આવેલ બંધ કંપની રાજેશ્વરાનંદ પેપરમીલમાંથી લોખંડની ચોરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે.

ભરૂચ : ગોવાલી ખાતે બંધ કંપનીમાંથી લોખંડની ચોરી કરતા બે ઈસમો ઝડપાયા
X

ભરૂચ જિલ્લામાં ચોરીના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે ત્યારે પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. જિલ્લામાં અનેક કંપનીઓ એવી છે જે હાલ બંધ હાલતમાં છે. બંધ કંપનીને તસ્કરો નિશાન બનાવી તેમાં રહેલા સ્ક્રેપની ચોરી કરતાં હોય છે ત્યારે પોલીસ પણ હવે સતર્ક થઈ છે.

મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝગડીયા પોલીસના પી.આઈ. પી. એચ. વસાવા અને તેમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે, રાજેશ્વરનંદ પેપરમીલ પાછળ પડતર જગ્યામાં કેટલાક ઈસમો કંપનીમાંથી એંગલો/પાઈપની ચોરી કરી ગેસ કટર વડે ટુકડા કરી ટેમ્પામાં ભરીને લઈ જાય છે.

માહીતીના આધારે પોલીસ સ્ટાફના તપાસ કરતા બોરીદ્રા ગામના રોડ ઉપર પેપરમીલના પાછળના ભાગમાં ઈસમોને સ્થળ પરથી ઝડપી પાડી તેઓ પાસેથી પેપરમીલમાંથી ચોરી કરેલી પાઈપ, એગલ, ચેનલ મળી વજન 1255 તથા ગેસ કટર અને ગેસ સીલીન્ડર તથા બે મોબાઈલ અને રોકડા રૂપીયા તેમજ મોટેરાસાયકલ, થી વ્હીલ ટેમ્પો મળી કુલ કિંમત 1,91,150 રૂપિયાના મુદ્દામાલ સાથે અંકલેશ્વરના વિજયનગરના રહેવાસી અને મૂળ ઉત્તરપ્રદેશના બિમલ રામકિસન ધોબી અને અંકલેશ્વર ગડખોળ પાટિયા જનતાનગરના રહેવાસી ચંદ્રશેખર ઉર્ફે ચંદુભાઇ માનસીહ વર્માને ઝડપી પાડી અન્ય સામેલ આરોપીઓને શોધવાની અને તેઓની વિરૂધ્ધ ઝગડીયા પોલીસમાં ગુનો નોંધી આગળની કર્યવાહી હાથ ધરી હતી.

Next Story