Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દહેજના લખીગામ-જાગેશ્વરના 4 બોગસ તબીબો પર SOG પોલીસે બોલાવી તવાઈ…

સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોનાની ચોથી વેવ શરૂ થવાની સાથે જ બંગાળી બાબુઓ ફરીથી ભાડાની દુકાનો ખોલી બોગસ તબીબના નામે ધમધમવા લાગ્યા છે

ભરૂચ : દહેજના લખીગામ-જાગેશ્વરના 4 બોગસ તબીબો પર SOG પોલીસે બોલાવી તવાઈ…
X

સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોનાની ચોથી વેવ શરૂ થવાની સાથે જ બંગાળી બાબુઓ ફરીથી ભાડાની દુકાનો ખોલી બોગસ તબીબના નામે ધમધમવા લાગ્યા છે, ત્યારે આવા બોગસ તબીબોનો ભરૂચ SOG પોલીસે પર્દાફાશ કર્યો છે.

ભરૂચ જિલ્લામાં દરેક પ્રાંતના લોકો ઠરીઠામ થયા છે, ત્યારે પશ્ચિમ બંગાળના બંગાળી બાબુઓએ તો હવે વગર ડિગ્રીએ બોગસ તબીબના નામે હાટડી ચલાવવાનું જિલ્લાને જાણે હબ બનાવી દીધું છે, ત્યારે ભરૂચ SOG પોલીસે ઓપરેશન ખેડી દહેજના જાગેશ્વર અને લખીગમાંથી 4 ઝોલાછાપ તબીબોને રૂપિયા 56 હજારની દવાઓ સાથે દબોચી લીધા છે. એક તરફ કોરોનાની ત્રણેય વેવમાં ભરૂચ જિલ્લા પોલીસે ઔદ્યોગિક અને આદિવાસી વિસ્તારમાં ભાડે દુકાનો લઈ ધીકતો ધંધો કરતા ઝોલાછાપ તબીબોનોને ઝડપી પાડવા ઉપરાછાપરી અભિયાન ચલાવ્યું હતું. જેમાં 30 જેટલા બિગસ તબીબોને લાખો રૂપિયાના મેડિકલ સાધનો અને દવાઓ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોરોના સમી જતા આ ઝોલા છાપ પણ જાણે અટકી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની સંભવત ચોથી લહેર શરૂ થઈ જતાં હવે ફરી બોગસ તબીબો અને તેમની જોખમી હાટડીઓ ધમધમી ઉઠી છે. લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા ડિગ્રી વગરના તબીબો સામે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ફરી સ્કેનિંગ શરૂ કર્યું હતું. જેમાં વાગરા તાલુકાના દહેજ નજીક આવેલા લખીગામ અને જાગેશ્વરમાંથી 4 બંગાળી બાબુઓને વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. SOG પીઆઇ વી.બી.કોઠીયા સહિતના સ્ટાફે લખીગામ ચોકડી અને જાગેશ્વર ખાતેથી 4 જેટલા બોગસ તબીબોને રૂપિયા 56 હજારની દવાઓના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story