Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 9 ઉમેદવારોનો વિજય

ભરૂચ: જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 9 ઉમેદવારોનો વિજય
X

જંબુસર પંથકમા સહકારી ક્ષેત્રે અગ્રીમ ગણાતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની ગતરોજ યોજાયેલ ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટેની ચુંટણીની મતગણતરી આજરોજ યોજાતા ભાજપ પ્રેરિત પેનલના ૯ ઉમેદવારનો વિજય થયો હતો જયારે કોંગ્રેસના ધારાસભ્ય અને વર્તમાન ચેરમેન સંજય સોલંકી પ્રેરિત સહકાર પેનલમા ફકત વર્તમાન ચેરમેને પોતાની બેઠક જાળવી રાખી અને અન્ય ઉમેદવારોનો પરાજય થયો હતો. મતગણતરી દરમ્યાન શરૂઆતના રાઉન્ડથી ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો પ્રતિસ્પર્ધી સહકાર પેનલના ઉમેદવારોથી વધુ મતે આગળ ચાલતા હતા.

અને જેમ જેમ રાઉન્ડની ગણતરી આગળ વધતી હતી તેમ ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજય તરફ પ્રયાણ કરી રહયા હતા. જેમા માજી મંત્રી છત્રસિંહ મોરીના પુત્ર વનરાજસિંહ મોરીનો વિજય થયો હતો. મતગણતરીના અંતે પરીણામ જાહેર થતા ધારાસભ્ય તથા વર્તમાન ચેરમેન સંજય સોલંકી પ્રેરિત સહકાર પેનલના સુંપડા સાફ થઈ ગયા હતા. ફક્ત સમ ખાવા પુરતી એક બેઠક પર વર્તમાન ચેરમેન સંજય સોલંકીએ જીત મેળવી હતી. જયારે બાકી ની નવ બેઠક ઉપર ભાજપ પ્રેરિત પેનલ ના ઉમેદવારોનો વિજય થયો હતો.ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતામાજી મંત્રી છત્રસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઇ ગોહિલ, પ્રમોદભાઈ રાઠોડ, જયપાલસિંહ સહિત ભાજપના અગ્રણીઓએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા

Next Story