Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાગરાના ચાંચવેલ ગામ નજીક અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત

વાગરાના ચાંચવેલ ગામ નજીક બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ભરૂચ: વાગરાના ચાંચવેલ ગામ નજીક અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત
X

વાગરાના ચાંચવેલ ગામ નજીક બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત માં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે ભરૂચ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન આશાસ્પદ યુવકનું મોત નિપજ્યુ હતુ.

ભરૂચના વાગરાના ચાંચવેલ ગામ નજીક આવેલ સ્ટેટ હાઇવે ઉપર બોલેરો ગાડી જી.જે ૦૨ એક્સ એક્સ ૫૭૮૨ના ચાલકે જી.જે.૧૬ સી.એફ. ૭૦૫૯ના બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.બોલેરોના ચાલકે બાઇક સવારને માર્ગ ઉપર ઘસડતા બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી.અકસ્માત સર્જી બોલેરોનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.ઇજાગ્રસ્તને ભરૂચની ખાનગી હોસ્પિટલમાંમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ગંભીર રીતે ઘાયલ ચાંચવેલ ગામના સાજીદ આંબલીવાળાનું સારવાર દરમિયાન મોત નિપજતા શોકનું મોજું ફરી વળ્યુ હતુ.બનાવને પગલે વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

Next Story