Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાલિયા-ડહેલી માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કાર ભડકે બળતા પિતા-પુત્રનું મોત

ભરૂચ જિલ્લાના વાલિયા-ડહેલી વચ્ચે તુણા ગામના પાટિયા નજીક ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

ભરૂચ : વાલિયા-ડહેલી માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કાર ભડકે બળતા પિતા-પુત્રનું મોત
X

ભરૂચ જિલ્લાના વાલિયા-ડહેલી વચ્ચે તુણા ગામના પાટિયા નજીક ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર પલટી મારી જતાં તેમાં આગ ભભૂકી ઉઠતા પિતા અને પુત્રનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, કોસંબાના કે.બી.પાર્ક-૨ કુમકુમ પાર્ક સોસાયટીમાં રહેતા કૃપાલસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ પોતાના મિત્ર રાજદીપ મહેશ ટેલર સાથે પોતાની ઇકો કાર કાર નં. GJ-19-AF-1228 લઇ વાલિયાના ડહેલી ગામે સાસરીમાં પુત્ર કર્તવ્યસિંહ રાઠોડને લેવા ગયા હતા. જેઓ પુત્રને લઇ કોસંબા જવા નીકળ્યા હતા, તે દરમ્યાન તુણા ગામના પાટિયા નજીક પુરપાટ ધસી આવેલ ટ્રક નં. GJ-03-AT-3695ના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ઇકો કાર પલટી મારી જતાં સળગી ઉઠી હતી. જેમાં કાર નીચે ફસાયેલ પિતા-પુત્ર દાઝી જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને તપાસી પિતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા, ત્યારે હાલ તો અકસ્માત મામલે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story