Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસર રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત, 1 યુવાનનું મોત-4 ઇજાગ્રસ્ત

જંબુસર ભરૂચ રોડ પર આવેલ ગાર્ડન હોટલ પાસે બે બાઈકો સામસામે ભટકાતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું જયારે ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી

ભરૂચ: જંબુસર રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત, 1 યુવાનનું મોત-4 ઇજાગ્રસ્ત
X

જંબુસર ભરૂચ રોડ પર આવેલ ગાર્ડન હોટલ પાસે બે બાઈકો સામસામે ભટકાતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું જયારે ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી

જંબુસર તાલુકાના મગણાંદ ગામમાં રહેતો 20 વર્ષીય પિયુષ શૈલેષભાઈ ઠાકોર અને મિત્ર મયુર ભુપેન્દ્ર ઠાકોર,વિજય ભીખા ડોડીયા સાથે પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.એ.5470 લઇ જંબુસર ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા તે દરમિયાન જંબુસર-ભરૂચ રોડ પર ગાર્ડન હોટલ પાસે અન્ય વાહનને ઓવરટેક કરી પુરપાટ ઝડપે ધસી આવેલ નંબર પ્લેટ વિનાની બાઈક ચાલકે સામેથી આવતી બાઇક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પાંચેય યુવાનોને તાત્કાલિક સારવાર જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ પિયુષ શૈલેષભાઈ ઠાકોરનું મોત નીપજ્યું હતું જયારે અન્ય ચાર યુવાનો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story