Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદની DGVCLએ ગ્રાહકના બીલમાં વધારાના ઉપકરણો ઉમેરી બિલ વસુલતા ગ્રાહક પરેશાન...

ભરૂચ જિલ્લાના આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી જે તે વખતે ઉજાલાં યોજના હેઠળ વીજ ઉપકરણો આપવામાં આવતા હતાં.

ભરૂચ : આમોદની DGVCLએ ગ્રાહકના બીલમાં વધારાના ઉપકરણો ઉમેરી બિલ વસુલતા ગ્રાહક પરેશાન...
X

ભરૂચ જિલ્લાના આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી જે તે વખતે ઉજાલાં યોજના હેઠળ વીજ ઉપકરણો આપવામાં આવતા હતાં. જેમાં આમોદના વૈશાલી મોદીએ 2 ઉજાલાં બલ્બ રોકડા 140 રૂપિયા આપીને ખરીદ્યા હતાં. જેનું તેમની પાસે બિલ ભરપાઈ કર્યાની રસીદ પણ છે. છતાં વીજ કંપનીના અંધેર વહીવટથી ગ્રાહકના બીલમાં 10 પંખા, 3 બલ્બ તેમજ ૨ ટ્યુબલાઈટના હપ્તા પેટે દર 2 મહિને બીલમાં 395 રૂપિયા બીલમાં ઉમેરાઈને આવે છે. જે બાબતે તેમણે વીજ કંપનીને વારંવાર લેખિત તથા મૌખિક રજુઆત કરી હોવા છતાં તેનું કોઈ નિરાકરણ હજુ આવ્યું નથી.

આમોદની દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીથી વૈશાલી મોદીએ 2 ઉજાલાં બલ્બ રોકડા રૂપિયા આપીને ખરીદ્યા હતાં. જેનું તેમની પાસે ભરપાઈ કર્યાનું બિલ પણ છે. છતાં તેમના બીલમાં રકમ બાકી પડે છે તેમજ બે બલ્બ ખરીદ્યા છતાં તેમના બીલમાં 10 પંખા 3 બલ્બ 2 ટ્યુબલાઈટ સહિતની વસ્તુઓ લખીને બિલ મોકલાવ આવ્યું હતું. જે બાબતથી તેઓ અજાણ હોય તેમણે સતત 8-9 મહિના સુધી વીજ બિલ ભર્યા કર્યું હતું. પરંતુ તેમને ખ્યાલ આવ્યો કે, 2 બલ્બ તો રોકડેથી લીધાં છતાં તેમના બીલમાં વધારો કેમ આવે છે.! જે બાબતે તેમણે વીજ કંપનીનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, તમે ઉજાલાં યોજના હેઠળ વીજ ઉપકરણો લીધા છે, જે ઉધાર છે તેના હપ્તા પેટે વીજ બીલમાં 395 રૂપિયાનો વધારો આવે છે.

જેથી વૈશાલી મોદીએ વીજ કંપનીને અરજી કરીને હકીકત જણાવી હતી કે, ઉજાલાં યોજના હેઠળ ફક્ત 2 બલ્બ ખરીદ્યા હતા અને તે પણ રોકડેથી ખરીદ્યા હતાં. જેથી તેમના બીલમાં વધારના આવતા હપ્તાની રકમ બંધ થઈ ગઈ હતી, ત્યારે હવે ફરીથી નવા બીલમાં હપ્તાની રકમ આવવા લાગતાં મહિલા ગ્રાહક વીજ કંપનીના વહીવટ સામે રોષે ભરાયા હતા. જોકે, વીજ કંપનીની નિયત સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વૈશાલી મોદીએ વર્ષ 2019માં વીજ કંપનીને હપ્તા પેટે વધારાના ચૂકવેલા 5000 હજાર રૂપિયા પરત લેવા માટે અરજી કરી હતી, છતાં આજદિન સુધી તેમને 5000 રૂપિયા પરત મળ્યા નથી. પરંતુ વીજ કંપનીએ ખોટી રીતે વીજ બીલમાં ઉમેરેલા વીજ ઉપકરણોના વધારાના રૂપિયા 395ના વીજ બીલની ઉઘરાણી ફરીથી શરૂ કરતાં તેઓએ પણ અરજી કરી આ મામલે તપાસ થાય તેવી રજૂઆત કરી હતી.

Next Story