Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા વૃદ્ધાએ મતદાન મથકે પહોચીને કર્યું મતદાન, લોકો માટે બન્યા પ્રેરણારૂપ

X

સરકારની વિવિધ યોજના દર્દીઓ માટે આવકારદાયક

હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા વૃદ્ધાએ કર્યું મતદાન

ચાલુ સારવારે વાહન મારફતે મતદાન મથકે પહોચ્યા

સરકારની આયુષ્યમાન યોજના કેન્સરના વૃદ્ધા દર્દી માટે આવકારદાયક બનતા દર્દીએ વાહન મારફતે મતદાન મથકે પહોચી મતદાન કર્યું હતું. ભરૂચની એક હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા 62 વર્ષીય મંજુલાબેન નાઈ ચાલુ સારવારે પણ મતદાન કરવા પહોચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે, ત્યારે કેન્સરથી પીડાતા મંજુલાબેનને મતદાન કરવાની ઈચ્છા હતી, ત્યારે પોતાના દીકરા સમક્ષ તેઓએ મતદાનની ઈચ્છા વ્યક્ત કરતા વ્યક્ત કરતા વાહન મારફતે તેઓ ચાલુ સારવારે મતદાન કરી લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.


Next Story