Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આસામના અપક્ષ સાંસદ નબાકુમાર સારાનીયા ભરૂચ- નર્મદા જિલ્લાની મુલાકાતે

બીટીપીના ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે બેઠક યોજી આદિવાસી સમાજની ગુજરાતમાં કેવી સ્થિતિ છે તેની જાણકારી મેળવી

ભરૂચ : આસામના અપક્ષ સાંસદ નબાકુમાર સારાનીયા ભરૂચ- નર્મદા જિલ્લાની મુલાકાતે
X

આસામના અપક્ષ સાંસદ નબા કુમાર સારાનીયા ભરૂચ અને નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. તેમણે બીટીપીના ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે બેઠક યોજી આદિવાસી સમાજની ગુજરાતમાં કેવી સ્થિતિ છે તેની જાણકારી મેળવી હતી.


આસામના કોકરાઝાર વિસ્તારમાંથી સતત બીજી વખત અપક્ષમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા નબાકુમાર સારાનીયા ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા તથા દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની શુભેચ્છા મુલાકાતે તેમના નિવાસસ્થાન માલજીપુરા ખાતે આવ્યા હતા. આસામના સાંસદની ગુજરાત મુલાકાત પાછળનો મુખ્ય હેતુ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓના હક અને અધિકાર માટે તથા આદિવાસીઓના પ્રશ્નો બાબતે જાણકારી મેળવવા અને આદિવાસી સાંસદ ધારાસભ્યોની શુભેચ્છા મુલાકાતનો છે.

એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં જે આદિવાસીઓના હક માટે લડે છે તેના પર સરકારી મશીનરીનો દુરૂપયોગ કરી કેસો થાય છે તે થવા જોઈએ નહીં. દેશમાં લોકશાહી છે અને તમામને જીવવાનો અને તેમના હક માટે લડવાનો અધિકાર બંધારણે આપ્યો છે. શાસક પક્ષ દ્વારા સંવિધાનનો અમલ કરવામાં આવતો નથી. એસસી એસટી ઓબીસી સંવિધાન મુજબ મળેલ હકની અમલવારી સરકાર દ્વારા કરાવી જોઈએ. આદિવાસીઓને સંવિધાને જે અધિકાર આપ્યા છે તેનો અમલ થવો જોઈએ. ગુજરાતના આદિવાસીઓની સમસ્યા છે જે અમો અહીંના આદિવાસી સાંસદ આદિવાસી ધારાસભ્યો સાથે ચર્ચા કરીશું અને દિશા નક્કી કરીશું ત્યારબાદ એજન્ડા પ્રમાણે આદિવાસીઓના હક માટે લડત ચલાવીશુ.

Next Story