Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નર્મદા કોલેજ ખાતે NSUI દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો, કોરોના અંગે જાગૃત રહેવા કરાય અપીલ...

ભરૂચની નર્મદા કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં કોરોના અંગે જાગૃતિ આવે તે હેતુસર ભરૂચ જિલ્લા NSUI દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

ભરૂચ : નર્મદા કોલેજ ખાતે NSUI દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો, કોરોના અંગે જાગૃત રહેવા કરાય અપીલ...
X

ભરૂચની નર્મદા કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં કોરોના અંગે જાગૃતિ આવે તે હેતુસર ભરૂચ જિલ્લા NSUI દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સૂત્રો સાથેના હેન્ડ બેનર તેમજ પોસ્ટર લઈને કોલેજના પટાંગણમાં NSUIના કાર્યકરોએ વિદ્યાર્થીઓને જાગૃત રહેવા અપીલ કરી હતી.

શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે. જોકે, આજના સમયમાં શિક્ષણ પણ જરૂરી છે. તો સાથે જ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતી પણ જરૂરી છે. આજના વિદ્યાર્થી એ કાલના દેશનું ભવિષ્ય છે. તેથી વિદ્યાર્થીઓ કોરોના અંગે જાગૃત રહી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિત સેનેટાઇઝર વગેરેનો ઉપયોગ કરી સુરક્ષિત શિક્ષણ મેળવે તે હેતુથી ભરૂચ જિલ્લા NSUI દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના ઝાડેશ્વર-શુક્લતીર્થ રોડ પર આવેલ નર્મદા કોલેજ ખાતે NSUI દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા કોલેજના પટાંગણમાં NSUIના કાર્યકરોએ વિદ્યાર્થીઓને કોરોના સામે જાગૃત રહેવા અપીલ કરી હતી. આ સાથે જ પોતાના પરિવાર, સમાજ અને દેશને કોરોના જેવી મહામારી સામે રક્ષણ મળી રહે તેવી યુવા વિદ્યાર્થીઓએ પોતાની ફરજ સમજી પાલન કરવું આવશ્યક બન્યું છે, ત્યારે NSUI દ્વારા હેન્ડ બેનર તેમજ પોસ્ટર લઈ વિદ્યાર્થીઓમાં કોરોના અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી માસ્કનું વિતરણ કર્યું હતું.

Next Story