Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં ચોમાસાના આગમન પહેલા રાષ્ટ્રીય પક્ષી મોરના નૃત્યએ આકર્ષણ જમાવ્યું

આગામી ચોમાસાને લઈને રાષ્ટ્રીય મોરે એંધાણો આપી દીધા છે. ભરુચ જિલ્લાના પશ્ચિમવિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર નૃત્ય કરી તેની કળા કરી રહ્યો હતો

X

આગામી ચોમાસાને લઈને રાષ્ટ્રીય મોરે એંધાણો આપી દીધા છે. ભરુચ જિલ્લાના પશ્ચિમવિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર નૃત્ય કરી તેની કળા કરી રહ્યો હતો અને વિદેશી પક્ષીઓ પણ વસવાટ કરવા આવે છે..

ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય પક્ષીને અનુકૂળ કોઈ વિસ્તાર હોય તો તે છે પશ્ચિમ વિસ્તારના ગેલાણી તળાવ અને આ વિસ્તારમાં ૩૬૫ દિવસ ઠંડક ભર્યા વાતાવરણ જોવા મળે છે. સૌથી વધુ વૃક્ષો આ વિસ્તારમાં હોવાના કારણે ચોમાસાની ઋતુના આગમન ટાણે વરસાદ વરસવાના એંધાણો રાષ્ટ્રીય પક્ષી મોર આપી દે છે. જે ગેલાણી તળાવ નજીકના ઠંડક ભર્યા વાતાવરણ માં વહેલી સવારે અને સંધ્યાકાળના સમય આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલ ઉમટી પડે છે અને આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર નૃત્ય કરી પોતાના મધુર ટહુકાથી વાતાવરણ ગજવી દે છે. જેથી રાષ્ટ્રીય પક્ષી મોર આ વિસ્તારના લોકો અને હજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે.ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં ચોમાસાના આગમન પહેલા રાષ્ટ્રીય પક્ષી મોરના નૃત્યએ આકર્ષણ જમાવ્યું

Next Story