Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભાજપ દ્વારા ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયનું 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

ભરૂચ: ભાજપ દ્વારા ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
X

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયનું 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આજે તેમની ચોથી પુણ્યતિથિએ ભરૂચના કસક વિસ્તાર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મારૂતિસીહ અટોદરીયા, વિધાનસભા ઉપમુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, મંત્રી નિશાંત મોદી, ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો અને કાર્યકરોએ સ્વ.અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Next Story
Share it