Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાની આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજાય રક્તદાન શિબિર, 250થી વધુ કર્મચારીઓએ કર્યું રક્તદાન

આરતી ઇન્ડસ્ટ્રીઝ અને આરતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગાંધી બ્લડ બેન્ક, અંકલેશ્વરના સહયોગથી યોજાય રક્તદાન શિબિર

ભરૂચ : ઝઘડીયાની આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજાય રક્તદાન શિબિર, 250થી વધુ કર્મચારીઓએ કર્યું રક્તદાન
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ઝઘડીયા GIDCમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી ઇન્ડસ્ટ્રીઝ અને આરતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગાંધી બ્લડ બેન્ક, અંકલેશ્વરના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં કંપનીના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરતા કર્મચારીઓએ રક્તદાન કર્યુ હતું.

ઝઘડીયાની આરતી ઇન્ડસ્ટ્રીઝના પંટાગણમાં યોજાયેલ રક્તદાન સિબિરમાં કંપનીમાં કામ કરતા 250થી વધુ કર્મચારીઓએ રક્તદાન કરી સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. આ સાથે જ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરતી ફાઉન્ડેશન દ્વારા વારંવાર લોક સેવાને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજની રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

Next Story