Connect Gujarat
ભરૂચ

ભરૂચ: શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસને જોડતા માર્ગની અત્યંત બિસ્માર હાલત

ભરૂચ શહેરના વિવિધ માર્ગો બન્યા બિસ્માર, વાહન ચાલકોને હાલાકી.

X

ભરૂચની શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસ તેમજ આમોદને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહનચાલકો સહિત સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ભાંગ્યું ભાંગ્યું તો ય ભરૂચ આ કહેવત સાચી પડી રહી હોવાનું લાગી રહ્યું છે કારણે ચોમાસામાં ભરૂચ શહરના મોટાભાગના માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. ભરૂચ શહેરમાંથી દહેજ જવા માટે ઉપયોગમાં આવતો શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસ ચોકડી, ફલાય ઓવરબ્રિજ અને જંબુસર ચોકડીથી આમોદને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે.

આ માર્ગ પરથી રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે પરંતુ માર્ગનું સમારકામ ન કરવામાં આવતા તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે. વરસાદ વરસે તો ખાડામાં પાણી ભરાય જાય છે જેના કારણે માર્ગ નજરે ન પડતાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે.માર્ગ અને મકાન વિભાગ આ માર્ગનું વહેલામાં વહેલી તકે સમારકામ કરાવે એવી માંગ કરવામાં આવી છે.

Next Story