Connect Gujarat
ભરૂચ

ભરૂચ: 800 નર્મદા પરિક્રમાવાસીઓની વ્હારે આવ્યા કલેકટર ડો. તુષાર સુમેરા

પરિક્રમાવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા, સૂવાની વ્યવસ્થા માટે ગાદલાં, મંડપ, પીવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી

ભરૂચ:  800 નર્મદા પરિક્રમાવાસીઓની વ્હારે આવ્યા કલેકટર  ડો. તુષાર સુમેરા
X

હાંસોટ તાલુકાના વમલેશ્ચર ગામે છેલ્લા ચાર દિવસથી પરિક્રમા વાસી ઓની સંખ્યામાં સતત વધારો થતાં અરાજકતા સર્જાય હતી. પરિક્રમાવાસીઓ અને સ્થાનિકોની રજૂઆતના પગલે વહીવટી તંત્ર દોડતું થયું હતું પ્રાંતઅધિકારી રમેશ ભગોડા તથા મામલતદાર ફ્રાન્સિસ વસાવાએ ગામમાં પહોંચી પરિસ્થિતિ નો ચિતાર મેળવ્યો હતો.આજ રોજ ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પણ વમલેશ્વર ગામની મુલાકાત લઈ પરિક્રમા વાસીઓને પડતી તકલીફ નિવારવા પગલાં લીધા હતા તેઓએ જણાવ્યું હતું કે આજથી જ તમામ પરિક્રમાવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા, સૂવાની વ્યવસ્થા માટે ગાદલાં, મંડપ, પીવા માટે પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત વધુ હોડીની વ્યવસ્થા કરી આજથી આઠસો પરિક્રમા વાસીઓ નર્મદા નદી પાર કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે

Next Story