Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર પાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઇનમાં ભંગાણ, પ્રદૂષિત પાણી તળાવમાં ફરી વળતાં 50થી વધુ પશુઓના મોત

તળાવનું પ્રદૂષિત પાણી પીતા 50થી વધુ પશુઓના મોત થતાં આક્ષેપ સાથે પશુપાલકોમાં રોષ

ભરૂચ : જંબુસર પાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઇનમાં ભંગાણ, પ્રદૂષિત પાણી તળાવમાં ફરી વળતાં 50થી વધુ પશુઓના મોત
X

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકાના બની રહેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાઇપલાઇનમાં લીકેજ થતાં પ્રદૂષિત પાણી ખાનપુરના તળાવમાં ભળી રહ્યું છે, ત્યારે આ તળાવનું પ્રદૂષિત પાણી પીતા 50થી વધુ પશુઓના મોત થતાં આક્ષેપ સાથે પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો સાથે જ પશુપાલકોએ વળતર ચૂકવવાની પણ જંબુસર પાલિકા પાસે માંગ કરી છે.

જંબુસર તાલુકાના ખાનપુર ગામ નજીક જંબુસર નગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જોકે, આ કામગીરી હજુ અધૂરી છે. સાથે દૂષિત પાણી કે જેના વહન માટે પાઇપલાઇનમાં પણ નાખવામાં આવી છે, ત્યારે આ પાઇપલાઇનમાં લીકેજ થતું હોવાથી પાલિકા વિસ્તારનું પ્રદૂષિત પાણી નજીકની જમીન અને તળાવમાં ભળી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી આ ગામના પશુપાલકોના દુધાળા પશુઓ આ દૂષિત પાણીને આરોગી મોતને ભેટી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાનપુર ગામ ખાતે રહેતા ગામના પશુપાલકોના અંદાજે 55 જેટલા નાના-મોટા પશુઓ તબક્કાવાર મૃત્યુ પામતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે હવે દૂષિત પાણીના કારણે પશુઓના મોત થયા હોવાથી પશુપાલકો દ્વારા જંબુસર નગરપાલિકા પાસે વળતરની માગણી કરવામાં આવી છે.

Next Story