Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર યોજનાના અનુસંધાને 6 લાભાર્થીઓને ધિરાણ ચેકનું કરાયું વિતરણ

ભરૂચની 6 મહિલાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર યોજના હેઠળ ધિરાણ અંગેના ચેક નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે અર્પણ કરાયા હતાં.

ભરૂચ: પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર યોજનાના અનુસંધાને 6 લાભાર્થીઓને ધિરાણ ચેકનું કરાયું વિતરણ
X

ભરૂચની 6 મહિલાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર યોજના હેઠળ ધિરાણ અંગેના ચેક નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે અર્પણ કરાયા હતાં. પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર યોજનાના લાભાર્થીઓને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના કાર્યાલય ખાતે ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.


ધારાસભ્ય દુષ્યંત પટેલે આ યોજના અંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર યોજનામાં કોરોનાકાળ દરમિયાન 38 જેટલી મહિલાઓને વગર વ્યાજે રૂ.10 હજારનું ધિરાણ આપવામાં આવ્યું હતું. જેના નિયમિત હપ્તા ભરવામાં આવતા ધિરાણની રકમ બમણી થઈ હતી અને તે વગર વ્યાજના ધિરાણના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંગે ધારાસભ્ય દુષ્યંત પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

Next Story