Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદના તેગવા ગામે પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ તથા ખોખો ટુર્નામેન્ટ યોજાય...

જિલ્લાના આમોદ તાલુકાના તેગવા ગામે પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ તથા ખોખો ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : આમોદના તેગવા ગામે પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ તથા ખોખો ટુર્નામેન્ટ યોજાય...
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તેગવા ગામે પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ તથા ખોખો ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આમોદ તાલુકાના તેગવા ગામે પાટીદાર સમાજ દ્વારા સમાજની એકતા જળવાઈ રહે તેવા શુભ આશયથી યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ તથા મહિલાઓ માટે ખોખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બન્ને ટુર્નામેન્ટમાં મોટી સંખ્યમાં યુવાનો અને યુવતીઓ તેમજ મહિલાઓએ ભાગ લીધો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં આમોદ અને ભરથાણા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં આમોદની ટીમ વિજેતા બનતા ભરથાણાની ટીમ રનર્સ અપ રહી હતી. પાટીદાર સમાજની બહેનો માટે પણ ખોખો ટુર્નામેન્ટ યોજાય હતી.

જેમાં ૧૫થી ૬૫ વર્ષની મહિલાઓએ ભાગ લીધો હતો. ખોખોની ૨૧ ટીમોના મુકાબલા વચ્ચે દાંદા અને કવિઠા વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટમાં દાંદાની ટીમ વિજેતા બની હતી, ત્યારે યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ તથા મહિલાઓ માટે ખોખો ટુર્નામેન્ટના આ ભવ્ય આયોજન બદલ ગ્રામજનોએ પાટીદાર સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story