Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે મુલદ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ

પોલીસે 28 હજાર 500નો વિદેશી દારૂ અને બે નંગ મોબાઈલ મળી 36 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે મુલદ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ
X

ભરૂચ LCB પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મુલદ ટોલ પ્લાઝા પાસે બે ઈસમો થેલા વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે. સદર બાતમીના આધારે ટોલ પ્લાઝા પાસે ચેક કરતા પીનલ ભગુ પટેલ રહેવાસી કેવડી ફળિયું વાપી વલસાડ અને શિવકાંત ઉર્ફે શિવા શંભુ જગાધારી રહેવાસી સુરતનો પાસેથી થેલામાં મુકેલ વિદેશી દારૂની નાની મોટી 45 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 28 હજાર 500નો વિદેશી દારૂ અને બે નંગ મોબાઈલ મળી 36 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આરપીની વધુ પુછપરછ કરતા વડોદરાના આર્યન નામના ઇસમે વિદેશી દારૂ મંગાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Next Story