Connect Gujarat
ભરૂચ

ભરૂચ : "સિંગલ યુઝ પ્લાસ્ટિક"ના ઉપદેશ સાથે દહેજથી અંબાજી સુધી સાયકલ યાત્રા યોજાય…

ભરૂચ જિલ્લાના દહેજ અને ભરૂચ શહેરના 12 જેટલા યુવા સાયકલ વીરો સહિતની 4 સપોર્ટ ટીમ દહેજથી અંબાજી સુધી સાયકલ યાત્રા યોજી હતી.

ભરૂચ : સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપદેશ સાથે દહેજથી અંબાજી સુધી સાયકલ યાત્રા યોજાય…
X

ભરૂચ જિલ્લાના દહેજ અને ભરૂચ શહેરના 12 જેટલા યુવા સાયકલ વીરો સહિતની 4 સપોર્ટ ટીમ દહેજથી અંબાજી સુધી સાયકલ યાત્રા યોજી હતી. અંબાજી ધામમાં માઁ અંબાના ચરણોમાં શીશ ઝુકાવી સાયકલ વીરોએ ધન્યતા અનુભવી હતી.

તા. 2જી જાન્યુઆરી 2022થી તા. 5મી જાન્યુઆરી 2022 દરમ્યાન ભરૂચના દહેજથી અંબાજી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દહેજ અને ભરૂચ શહેરના 12 જેટલા યુવા સાયકલ વીરો જેમાં રાજેશ્વર રાવ, અમિતકુમાર વિશ્વકર્મા, મિસ્ત્રી દિવ્યેશ, જયદીપસિંહ પરમાર, રઘુવીરસિંહ પરમાર, મહેન્દ્રસિંહ ડાભી, રાહુલસિંહ પરમાર, મહેન્દ્રસિંહ પરમાર, મેહુલસિંહ રાજ, જીગ્નેશ કણઝારીયા, મીરલ રાણા અને કૃષ્ણદીપ પટેલ સહિત 4 સપોર્ટ ટીમમાં ચંપકલાલ રાણા, રોહિત પટેલ, રાજેશ પંડ્યા અને શિવશંકર કુશાવાહે ભાગ લીધો હતો. "સિંગલ યુઝ પ્લાસ્ટિક" અંગે નાગરિકોમાં જાગૃતિ સહિત માર્ગદર્શન પૂરું પાડવાના હેતુ સાથે નીકળેલી આ સાયકલ યાત્રા તા. 2જી જાન્યુઆરી 2022ના રોજ મહાલક્ષ્મી મંદિર, દહેજથી નીકળી વડોદરા, મહેમદાબાદ, પેથાપુર, લાડોલ અને દાંતાના માર્ગે થઇ 405 કિલોમીટર પૂર્ણ કરી તા. 5મી જાન્યુઆરી 2022ના રોજ સવારે અંબાજી મુકામે પહોંચી હતી, જ્યાં સૌ યુવા સાયકલ વીરોએ માતાજીના દર્શન સાથે આશીર્વાદ ,એલવી ધન્યતા અનુભવી હતી. સાથે જ દેશ અને દુનિયા કોરોના અને ઓમિક્રોનની મહામારીમાંથી બહાર નીકળે તેમજ લોકોના કુશળ આરોગ્ય અને સુખાકારીભર્યા જીવન માટે પણ માઁ આંબાના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Next Story