ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની સાધારણ સભા મળી, 15 ટકા ડિવિડન્ડની જાહેરાત
ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકની ૧૧૫મી વાર્ષિક સાધારણ સભા બેંકના સભાખંડમાં ચેરમેન અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકની ૧૧૫મી વાર્ષિક સાધારણ સભા બેંકના સભાખંડમાં ચેરમેન અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં બેંકના વાઇસ ચેરમેન કરશન પટેલ, મેનેજીંગ ડિરેકટર અજય રણા, ડિરેકટર અને ગુજકોમસોલના ચંદ્રકાંત પટેલ સહિતના ડિરેક્ટરો અને સહકારી આગેવાનો તથા સભાસદોની હાજરીમાં બેંકના વાર્ષિક હિસાબો રજૂ કરાયા હતા.સાધારણ સભામાં ચેરમેન અરુણસિંહ રણાએ બેંકના વિકાસ વિશે વાત કરતા કહ્યું હતું કે કોરોના કાળના કારણે વર્ષ ૨૦૨૦-૨૧ માં બેંકનો નફો માત્ર માત્ર રૂપિયા ૭૬ લાખ હતો જ્યારે ૨૦૨૧-૨૨ માં ૩.૩૯ કરોડ ચોખ્ખો નફો થયો છે એટલે ચાલુ વર્ષે ૧૫ ટકા ડિવિડન્ડ અને કર્મચારીઓને એક પગાર બોનસમાં આપવાની જોગવાઈ કરી છે. બેંકનો ચિતાર આપતા તેમણે કહ્યું હતું કે બેંકમાં ૨૦૨૨માં ૧૨૦૦ બાવન કરોડની ડિપોઝીટ છે જે બેંકની વિશ્વસનીયતાનું પ્રમાણપત્ર છે. થાપણોની સુરક્ષા માટે પોણા બે કરોડ રૂપિયાનું વીમા પ્રીમિયમ બેન્ક ચૂકવે છે.
બેંકની આર્થિક સ્થિતિનો ચિતાર આપતા ચેરમેને જણાવ્યું હતું કે આજે બેંકનું શેરભંડોળ ૬.૮૧ કરોડ, રિઝર્વ અને અન્ય ફન્ડો ૧૮૧ કરોડ, ધિરણો ૬.૬૮ કરોડ છે. એન.પી.એ. અને કેસીસી ધિરાણની વસુલાત અંદાઝે ૧૧.૩૦ કરોડ છે. બેંકની સુવિધાઓ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે બેંકમાં આર.ટી.જી.એસ., એન.ઇ.એફ.ટી. અને આઈ.એમ.પી.એસ. જેવી ત્વરિત ફન્ડ ટ્રાન્સફર જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોને એસ.એમ.એસ. એલર્ટ સુવિધા, કોઈ પણ શાખામાં લેવડ દેવડ કરવા સી.બી.એસ.સિસ્ટમ, ૨૩ એટીએમ કાર્યરત, બેંકની વેબસાઈટ પરથી યુટીલિટી પેમેન્ટ, ભારત બિલ પેમેન્ટ સુવિધા, એટીએમ પર ગ્રીન પિન સુવિધા સહિત અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. યુટીઆઈ કમ્પની સાથે ટાઈઅપ કરી પાનકાર્ડ કાઢવાની સુવિધા પણ બેંકમાં ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું જણાવી. સૌ સભાસદો અને થાપણદારોના સાથ અને સહકારથી આગામી દિવસોમાં ભવ્ય શિક્ષણ ભવન અને પાર્કિંગ ઝોન બનાવવામાં આવશે તેમ જણાવી બેંકના વિકાસમાં સહયોગી બનવા બદલ બેંકના ડિરેક્ટર્સ, સભાસદો, મંડળીઓ અને થાપણદારોના પ્રત્યે તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
નાથની નગર ચર્યા: સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી રથયાત્રાનું...
1 July 2022 1:52 AM GMTઅમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMTરાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા
30 Jun 2022 4:47 PM GMTઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને,...
30 Jun 2022 2:11 PM GMT