Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દૂધધારા ડેરી દ્વારા પશુપાલકો માટે બોનસ જાહેર કરાયું, વાંચો કેટલો થશે ફાયદો

ભરૂચ : દૂધધારા ડેરી દ્વારા પશુપાલકો માટે બોનસ જાહેર કરાયું, વાંચો કેટલો થશે ફાયદો
X

હાલ કોરોના મહામારી ચાલી રહી છે તેવા સમયે દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ અને નિયામક મંડળ દ્વારા તેના પશુપાલકો માટે બોનસ જાહેર કરતાં પશુપાલકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. જેમાં પશુપાલકોને કીલોફેટે રૂા. ૮૦/- લેખે ભાવફેર/બોનસ ચુકવવાનું નકકી કર્યું છે. તે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રકચર, રીટેન્શનમની અને દાણ સહાય થઇને કુલ રૂા. ૧૮.૨૭ કરોડ ચુકવવામાં આવશે.

દૂધધારા ડેરીના ચેરમેનઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારીના સમયમાં દૂધધારા ડેરી દ્વારા પશુપાલકોના હીતમાં લેવાયેલા આ નિર્ણયથી પશુપાલકોને ખુબ ફાયદો થશે. કારોનાના આ સમયમાં પશુપાલકોને આર્થિક રીતે પગભર થવા માટે આ રકમ ઉપયોગી નીવડશે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે કે કોરોનાની મહામારીના કારણે આ વર્ષે દૂધ પણ ઓછુ વેચાયુ છે. છતાં પશુપાલકોના હીતને ધ્યાનમાં રાખીને દૂધધારા ડેરીએ તેમને પ્રતિ કીલોફેટે ૮૦ રૂપિયાનું બોનસ આપવાનું નકકી કર્યુ છે. કોરોના અને લોકડાઉનના સમયમાં પશુપાલકોએ ઘણુ નુકસાન વેઠયું પણ હવે જયારે આ બોનસની જાહેરાત કરવામાં આવી છે તેનાથી ભરૂચ અને નર્મદા જીલ્લાના પશુપાલકોને તેનો ફાયદો મળશે.

Next Story