Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીરની આવક, ઝઘડીયાના કાંઠા વિસ્તારના ગ્રામજનોની ચિંતા વધી

હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર રાજ્યમાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે,

ભરૂચ : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીરની આવક, ઝઘડીયાના કાંઠા વિસ્તારના ગ્રામજનોની ચિંતા વધી
X

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાલ નર્મદા નદીમાં નવા નીરની આવક થવા પામી છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ સહિતના કાંઠા વિસ્તારના ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર રાજ્યમાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે હાલ નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ છે. તેવામાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ સહિતના કાંઠા વિસ્તારમાં વસતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. નર્મદા નદી કિનારે પાણીની આવકમાં ધરખમ વધારો થતા માછીમારોએ નાવડીઓને કિનારે લંગારી દીધી છે. તો બીજી તરફ કરજણ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા નર્મદા નદીની સપાટી સતત વધી રહી છે, જેથી શિનોર તાલુકાના 11 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ નર્મદા નદીની સપાટીમાં ધીમિધારે થઈ રહેલા વધારાથી ઝઘડિયા તાલુકાના ખેડુતોની ચિંતામાં પણ વધારો થયો છે. જો પાણીની સપાટીમાં આજ પ્રમાણે વધારો થશે તો 24 કલાકમાં ઝઘડીયા તાલુકાના કાંઠા વિસ્તારના ગ્રામજનોનું સ્થળાંતર કરવા તંત્રએ તૈયારી બતાવી છે.

Next Story