Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે નાગજી ગોહિલની વરણી

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ભરૂચના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા આજરોજ ધારાસભ્ય અરુણસિંહ રણાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના સભાખંડમાં યોજાઈ હતી.

ભરૂચ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે નાગજી ગોહિલની વરણી
X

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ભરૂચના ચેરમેન તરીકે નાગજીભાઈ ગોહિલ અને વાઇસ ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ પરમારની બિનહરીફ વરણી થતા ધારાસભ્ય અરુણસિંહ રણા સહિતના સહકારી આગેવાનોએ તેમને શુભેચ્છાઓ આપી હતી.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ભરૂચના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા આજરોજ ધારાસભ્ય અરુણસિંહ રણાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના સભાખંડમાં યોજાઈ હતી.જેમાં બિનહરીફ ચેરમેન તરીકે ગંધારના આગેવાન નાગજીભાઈ શનાભાઈ ગોહિલ તથા વાઇસ ચેરમેન તરીકે દહેજના આગેવાન નરેન્દ્રસિંહ ચંદ્રસિંહ પરમારની વરણી થઈ હતી. નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને સહકારી આગેવાન અને ધારાસભ્ય અરુણસિંહ રણાએ શુભેચ્છાઓ સાથે અભિનંદન આપ્યા હતા.

Next Story