Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ કર્મચારી મંડળે પાઠવ્યું આવેદનપત્ર, વાંચો વધુ

ભરૂચ : જંબુસર નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ કર્મચારી મંડળે પાઠવ્યું આવેદનપત્ર, વાંચો વધુ
X

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા પ્રમુખ સામે કલમ 37 અને 70 હેઠળ કાર્યવાહી કરવા પાલિકા કર્મચારી મંડળ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

જંબુસર નગરપાલિકા પ્રમુખ પતિ વારંવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. અનેક વખત અલગ અલગ મુદ્દાઓને લઇ ચર્ચાઓમાં આવતા હોય છે, ત્યારે ફરી એક નવા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. જંબુસર નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા પ્રમુખ સામે કલમ 37 અને 70 હેઠળ કાર્યવાહી કરવા માંગ કરાય છે.

નગરપાલિકા પ્રમુખે તેમના પતિને નગરપાલિકાના વહીવટમાં દખલ કરવાની ખુલ્લી છૂટ આપી અને તેઓ વહીવટ કરવા અસમર્થ છે, તેમ જણાતા નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાલિકા ખાતે એકત્ર થઈ નગરપાલિકા ચીફ ઓફીસર ટંકારી ભાગોળ ખાતે રહી તેમની ફરજ બજાવતા હોય ત્યાં પહોંચી પ્રમુખ ઘનશ્યામ પટેલની આગેવાનીમાં ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત જંબુસર નગરપાલિકા કર્મચારીઓ વિરૂદ્ધ ખૂબ જ ખરાબ વાણી વિલાસ કરાતા કર્મચારીઓની લાગણી દુભાયેલ છે. જેના વિરોધમાં કર્મચારી મંડળ દ્વારા પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને પ્રમુખના પતિ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાય હતી.

Next Story