Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બે વર્ષ બાદ દીવાળીની જામી રંગત પણ ફટાકડાની ખરીદીમાં લોકો "નિરસ"

ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજારમાં પણ કહી ખુશી કહી ગમ જેવો માહોલ.. નાના વેપારીઓની હાલત પણ કફોડી.

ભરૂચ : બે વર્ષ બાદ દીવાળીની જામી રંગત પણ ફટાકડાની ખરીદીમાં લોકો નિરસ
X

ભરૂચમાં દિવાળીનો માહોલ જામી રહયો છે ત્યારે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે પણ ફટાકડા બજારમાં નિરસ ઘરાકીના કારણે વેપારીઓમાં ચિંતા જોવા મળી છે.

હવે ઓનલાઇન શોપિંગ ખરીદીનો ક્રેઝ વધી રહ્યો છે અને ઓનલાઈન ખરીદીનું ચલણ વધી જાય છે. ઓનલાઇન ખરીદીએ મધ્યમ અને ગરીબ વર્ગના વેપારીઓની કમર તૂટી રહી છે. બે વખતથી કોરોનાની મહામારીના કારણે અનેક તહેવારો ફીક્કા પડ્યા હતાં. કોરોનાના કેસ ઓછા થયા બાદ હવે જનજીવનની ગાડી પાટા પર આવી ચુકી છે.ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડના ફટાકડા બજારમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળે છે. કોરોનાની મહામારી તથા લોકડાઉનના કારણે ફટાકડાનું પણ ઉત્પાદન ઓછું થયું હોવાના કારણે ફટાકડાનો ભાવમાં વધારો થયો છે. વેપારીઓએ પણ મોંઘા ભાવના ફટાકડાની ખરીદી ઓછી કરી છે. બીજી તરફ ભાવ વધારાના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકો ફટાકડાની ખરીદી ઓછી કરી રહયાં હોવાથી વેપારીઓના લલાટે ચિંતાની લકીરો ઉપસી છે.

Next Story