Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પોલીસ હેડ ક્વાટર્સ મિશ્ર શાળા ખાતે ધો.8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પોલીસ હેડ ક્વાટર્સ મિશ્ર શાળા ક્રમાંક-44 ખાતે ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ : પોલીસ હેડ ક્વાટર્સ મિશ્ર શાળા ખાતે ધો.8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
X

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પોલીસ હેડ ક્વાટર્સ મિશ્ર શાળા ક્રમાંક-44 ખાતે ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

તા. 26/3/2022ના રોજ સવારે 9:00 કલાકે પોલીસ હેડ ક્વાટર્સ મિશ્ર શાળા ક્રમાંક-44ના પ્રાંગણમાં ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇન્દિરા રાજ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી નિશાંત દવેની ઉપસ્થિતિમાં શાળાના મુખ્ય શિક્ષક સહિતના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને ધોરણ-8ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિદાય ગીત, ગરબો, ડાન્સ, પ્રકૃતિ ગીત જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. શાળા પરિવાર તરફથી ધોરણ-8ના વિદ્યાર્થીઓને સપ્રેમ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Next Story