Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રેલવેની ફ્રેઈટ કોરીડોર માટે સંપાદિત થયેલી જમીનના વળતર બાબતે ખેડૂતો આંદોલનના મૂડમાં

X

રેલવેની ફ્રેઈટ કોરીડોર માટે સંપાદિત થયેલી જમીનના વળતરમાં ખુબ વિસંગતતા હોવાથી ભરુચ જિલ્લાના ખેડૂતોએ વિરોધનું બ્યૂગલ ફુંક્યું છે જે આગામી દિવસમાં આંદોલનમાં પરિણમે એવી સ્થિતિનું સર્જન થયું છે. દેરોલ તેમજ ટંકારિયા મુકામે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પીડિત ખેડૂતોએ હાજરી પુરાવીને સંગઠિત હોવાનો સંદેશ આપ્યો છે જેને કારણે આગામી દિવસોમાં ભરુચ જિલ્લામાં ખેડૂતોનું આંદોલન આકાર લે તેવી સંભાવના નકારી શકાતી નથી.

રેલવેની ફ્રેઈટ કોરીડોર માટે વર્ષ 2009માં ભરુચ જિલ્લાના દેરોલ, ટંકારિયા, દેહગામ, કુકરવાડા, ઈખર, દયાદરા, મનુબર, ત્રાલસા, ત્રાલસી, દોરા, પીપલીયા, પરિએજ, વાંતરસા, થામ, મહુધલા ગામની હજારો એકર જમીન સંપાદન કરવામાં આવી હતી અને તે સમયે ચો.મીટર દીઠ માત્ર 9થી 60 રુપિયા વળતર ચુકવવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2013 અને 2018માં અનુક્રમે એક્સપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવતા ફરીથી આ ગામોની જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ આ ત્રણેય પ્રોજેક્ટમાં જે જમીન સંપાદનમાં લેવાયેલી છે તેના વળતરમાં ખુબ વિસંગતતા હોવાથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.આ સંદર્ભે દેરોલના અગ્રણી મુબારક પટેલની આગેવાની હેઠળ ખેડૂતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત 550 પીડિત ખેડૂતો પૈકી 450થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો

Next Story