Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બંધ હાલતમાં રહેલી રીલીફ ટોકીઝમાં આગ તિબેટીયન માર્કેટના વેપારીઓમાં નાસભાગ...

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રીલીફ ટોકીઝમાં એકાએક આગ ફાટી નીકળી હતી

ભરૂચ : બંધ હાલતમાં રહેલી રીલીફ ટોકીઝમાં આગ તિબેટીયન માર્કેટના વેપારીઓમાં નાસભાગ...
X

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રીલીફ ટોકીઝમાં એકાએક આગ ફાટી નીકળી હતી, ત્યારે બનાવના પગલે ટોકીઝના કંપાઉન્ડમાં આવેલ તિબેટીયન માર્કેટના વેપારી લોકોમાં નાસભાગ મચી હતી.

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ જૂની અને જાણીતી રીલીફ ટોકીઝમાં ગત રાત્રિના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેલી રીલીફ ટોકીઝમાં આગ લાગતાં કંપાઉન્ડમાં આવેલ તિબેટીયન માર્કેટના વેપારી લોકોમાં પણ ભારે નાસભાગ મચી હતી. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટોકીઝમાં ખુરશીઓ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, રીલીફ ટોકીઝની બાજુમાં જ ગરમા કપડાંનું માર્કેટ છે, જે જલ્દી આગ પકડી લે અને માર્કેટમાં આગ પહોચે તે પહેલા જ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, ત્યારે હાલ તો રીલીફ ટોકીઝમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ જૂના POP (પ્લાસ્ટર ઓફ પેરિસ)માં ખુલ્લા વીજ વાયરના કારણે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story