Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઓપેલ કંપનીના કિંમતિ કેટાલીસ્ટ પાવડર ચોરી કરનાર પાંચ આરોપી લાખનો મુદ્દામાલ સાથે ઝડપાયા

ભરૂચ જિલ્લામાં કેમિકલ ચોરી અટકાવવા અપાયેલ સુચના અંતર્ગત વાગરા પોલીસ ટીમ મુલેર ચોક્ડી ખાતે વાહન ચેકીંગ કરી રહ્યા હતા.

ભરૂચ : ઓપેલ કંપનીના કિંમતિ કેટાલીસ્ટ પાવડર ચોરી કરનાર પાંચ આરોપી લાખનો મુદ્દામાલ સાથે ઝડપાયા
X

ભરૂચ જિલ્લામાં કેમિકલ ચોરી અટકાવવા અપાયેલ સુચના અંતર્ગત વાગરા પોલીસ ટીમ મુલેર ચોક્ડી ખાતે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. દરમિયાન બાતમી મળી હતી કે દહેજ બાજુથી એક બાઇક ચાલક એક થેલીમાં ચોરીનો સફેદ પાવડર લઈને આવે છે. વાગરા પોલિસ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવતા કંપનીમાં પ્રોસેસમાં વપરાતો મોંધો કેટાલીસ્ટ પાવડર સાથે મહંમદ ફૈજાન ઇરફાન પટેલ, ઉ.૨૧, રહે.વાગરાને અટકાવી તપસતા થેલીમાંથી દોઢ કિલોગ્રામ જેટલો કેટાલીસ્ટ પાવડર કિંમત આશરે ૧ લાખ ૫૦ હજાર મળી આવ્યો હતો.

વાગરા પોલીસે પાવડર સાથે ઝડપાયેલા મહંમદ ફૈજાન પટેલની સઘન પુછતાછ કરતા તેની સાથે પાવડર ચોરીમાં સંકડાયેલા અન્ય આરોપીઓ પ્રફુલ્લ ગોવીંદ પરમાર, રહે. મુલેર મસ્જીદ ફળીયું, સુધીર વિરમ વસાવા રહે. અંભેર, નવી નગરી, કિશન વિરમ વસાવા, રહે, અંભેર,નવી નગરી ,ધર્મેશ બુધેસંગ પરમાર, રહે. પાલડી,ભાથીજી મંદીર,તા. વાગરાને પણ ઝડપી પાડી તેમની પાસેથી ૩ કિલો કેટાલીસ્ટ પાવડર કિંમત આશરે રૂ.૪,૫૦,૦૦૦/- જપ્ત કર્યો હતો. પોલીસે પાંચેવ આરોપીઓની અટકાયત કરી બાઇક, મોબાઇલ સહિત કુલ રૂપિયા ૫,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી દહેજ જી.આઇ.ડી.સી ઓપેલ કંપનીમાંથી ચોરાયેલ પાવડરનો ભેદ ઉકેલ્યો હતો.

Next Story