Connect Gujarat
ભરૂચ

ભરૂચ: તાડીયા વિસ્તારમાં ફરાસખાનાના ગોડાઉનમાંથી ઝડપાયો રૂ.5 લાખથી વધુની કિમતનો વિદેશી દારૂનો જથ્થો

ભરૂચ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો એ દરમ્યાન પોલીસ સૂત્રોને બાતમી મળી હતી

ભરૂચ: તાડીયા વિસ્તારમાં ફરાસખાનાના ગોડાઉનમાંથી ઝડપાયો રૂ.5 લાખથી વધુની કિમતનો વિદેશી દારૂનો જથ્થો
X

પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તહેવારોમાં વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે ભરૂચ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો એ દરમ્યાન પોલીસ સૂત્રોને બાતમી મળી હતી કે શહેરના તાડીયા વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રાખવામા આવ્યો છે જેના આધારે દરોડા પાડતા ફરાસખાનાના ગોડાઉન અને પિક અપ વાનમાંથી રૂપિયા 5.65 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરતાહી કુલ રૂપિયા 8.69 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ભાથીજી મંદિર નજીક રહેતા આરોપી પરેશ મિસ્ત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વધુ તપાસ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે

Next Story