Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જીઇબીનો કર્મચારી ઓફિસમાં ટીફીન ભુલી ગયો, પરત લેવા જતી વખતે મળી ગયું મોત

ભરૂચ : જીઇબીનો કર્મચારી ઓફિસમાં ટીફીન ભુલી ગયો, પરત લેવા જતી વખતે મળી ગયું મોત
X

ઝઘડીયાના ખડોલી ગામ પાસે કન્ટેનરની ટકકરે જીઇબીના કર્મચારીનું મોત નીપજયું છે. જીઇબીનો કર્મચારી ઓફિસમાં ટીફીન ભુલી ગયો હોવાથી પરત લેવા જઇ રહયો હતો ત્યારે અકસ્માતમાં તેમણે જીવ ગુમાવી દીધો હતો.

મોટા સાંજા ના રહેવાસી અને રાજપારડી જીઇબીમાં લાઈમેન તરીકે ફરજ બજાવતા નટવર વસાવા ગઈ કાલે સાંજે પોતાની ફરજ ઉપરથી પરત ફરી રહયાં હતાં. દરમિ્યાન તેઓ પોતાનું ટીફીન ઓફિસમાં ભુલી ગયાં હોવાનું જણાયું હતું. તેઓ અને તેમના સહકર્મી સંજય વસાવા સીમોદરા ગામેથી પરત ફરી રહયા હતા.ત્યારે ખડોલી ગામ ના પાટિયા નજીક પાછળ થી અત્યંત પુરઝડપે આવી રહેલાં કન્ટેનરના ચાલકે તેમની બાઇકને ટકકર મારી હતી. કન્ટેનરની ટકકર વાગતા નટવરભાઇ રોડ પર ફંગોળાઇ ગયાં હતાં.

આ ઘટના તેમની પાછળ આવી રહેલાં સહકર્મી સંજયભાઇએ જોઇ હતી. તેમણે જાણ કરતાં 108ની ટીમ દોડી આવી હતી પરંતુ નટવર વસાવાનું મોત થઇ ચુકયું હતું. અકસ્માત બાદ કન્ટેનર ચાલક કન્ટેનર મુકી ભાગી છુટયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા હાઇવેની બદતર હાલતને કારણે નાના મોટા વાહન ચાલકો રોજેરોજ યાતના ભોગવી રહ્યા છે, અંકલેશ્વર અને ભરૂચ તરફ નોકરી માટે અપડાઉન કરતાં નોકરિયાતોના માથે રોજેરોજ જીવનો જોખમ તોળાઈ રહ્યું છે.

Next Story