Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભારત સરકાર દ્વારા પાણેથા ગામના ખેડૂતને જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર એનાયત કરાયો

ભારત સરકાર દ્વારા રૂપિયા 1 લાખનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું છે.

ભરૂચ : ભારત સરકાર દ્વારા પાણેથા ગામના ખેડૂતને જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર એનાયત કરાયો
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત ધીરજ દેસાઈને ભારત સરકાર દ્વારા જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. પુરસ્કાર સાથે સાથે ભારત સરકાર દ્વારા રૂપિયા 1 લાખનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું છે. ખેડૂત ધીરેન દેસાઈને છેલ્લા 6 વર્ષમાં 16થી વધુ રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.



ભારત દેશના ખેડૂતો કોઈ વૈજ્ઞાનિકથી કમ નથી, તે વાતને ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના યુવાન ખેડૂત ધીરેન ભાનુભાઈ દેસાઈએ સિદ્ધ કરી બતાવી છે. યુવા ખેડૂત ધીરેન દેસાઈને વર્ષ 2015થી 2021 દરમ્યાન 16થી વધુ કૃષિ એવોર્ડ રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાના સરકાર દ્વારા મળ્યા છે. પાણેથા ગામના ખેડૂત ધીરેન દેસાઈ ખૂબ ઉત્સાહી અને ખંતીલા ખેડૂત સાબિત થયા છે. ધીરેન દેસાઈ પાણેથા, ઝઘડીયા, ભરૂચ અને ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશના આગવી કોઠાસૂઝ ધરાવતા ખેડૂત સાબિત થયા છે, ત્યારે ધીરેન દેસાઈને ભારત સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર 2020 એનાયત કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર દ્વારા કૃષિ ભવનમાં યોજાયેલી આઇસીએઆર એવોર્ડ સેરેમનીમાં ભારત દેશના 4 ખેડૂતોને જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર, જગજીવનરામ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ નેશનલ 2020 એનાયત કરવામાં આવ્યો છે. તેમાં ભરૂચના પાણેથા ગામના ધીરેન દેસાઈ, કર્ણાટકના સરના બસપા પાટીલ, હિમાચલ પ્રદેશના હરમન શર્મા અને બિહારના મનોરમા સિંહને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાણેથા ગામના ખેડૂત ધીરેન દેસાઈને એવોર્ડ સાથે રૂપિયા 1 લાખનું રોકડ પુરસ્કાર પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.

Next Story