Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાજપારડી પંથકમાં GUVNL વિઝિલન્સે વિજ ચેકિંગ હાથ ધર્યું, રૂ. 20 લાખની વીજચોરી ઝડપાય...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથક સહિતના વિસ્તારોમાં GUVNL વિઝિલન્સની ટીમોએ વિજ ચેકિંગ હાથ ધર્યું હતું

ભરૂચ : રાજપારડી પંથકમાં GUVNL વિઝિલન્સે વિજ ચેકિંગ હાથ ધર્યું, રૂ. 20 લાખની વીજચોરી ઝડપાય...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથક સહિતના વિસ્તારોમાં GUVNL વિઝિલન્સની ટીમોએ વિજ ચેકિંગ હાથ ધર્યું હતું, ત્યારે GUVNL વિઝિલન્સની ટીમ દ્વારા રૂપિયા 20 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી.

ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં ગત મંગળવારે સાંજના સમયે વીજ કંપનીની ગુજરાત રાજ્યની GUVNLની વિજીલન્સ ટીમોએ ચેકિંગ હાથ ધરી કેટલાક જોડાણોમાંથી અંદાજે રૂપિયા 20 લાખની વીજચોરી ઝડપી પાડી છે. નવા નવા પ્રકારે વીજચોરી કરતા ગ્રાહકોના કેબલો, લંગરીયાઓની સામગ્રી જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. રાજપારડી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક વિજ જોડાણોમાં વિવિધ પ્રકારની નવી નવી તરકીબો અપનાવી વીજચોરી કરાતી હોવાનુ વીજ ચેકિંગની ટીમને જણાય આવ્યુ હતું. વીજચોરી કરતા ગ્રાહકોને અંદાજે 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવા આવ્યો હતો. ગુજરાત રાજ્યની GUVNLની ટીમોએ આકસ્મિક પોલીસ કાફલાના બંદોબસ્ત સાથે વિજ ચેકિંગ હાથ ધરતા વિજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

Next Story