Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાંસોટના ખરચ ગામે જુગાર રમતા 7 જુગારી ઝડપાયા

ભરૂચ: હાંસોટના ખરચ ગામે જુગાર રમતા 7 જુગારી ઝડપાયા
X

હાંસોટ તાલુકા ના ખરચ ગામે પાના પત્તા નો જુગાર રમતા સાત ઇસમો ને 1,28,220 ના મુદ્દામાલ સાથે હાંસોટ પોલીસે ઝડપી પાડયા હતા ત્યારે બે ઈસમો ફરાર થઈ ગયા હતા ફરાર ઇસમો ને વૉન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ હાંસોટ ઇન્ચાર્જ પી.આઈ. કે. એમ. ચૌધરી તથા હાંસોટ પોલીસને મળેલ બાતમીના આધારે હાંસોટ પોલીસે તાલુકાના ખરચ સ્થિત બિરલા કંપનીના પાછળના ભાગે બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં રેઈડ કરતાં સાત ઈસમોને જુગાર રમતા રોકડા 25,200/-તથા મોબાઇલ નંગ - 7 કિ. 18,000 /-મોટરસાયકલ નંગ 3 કિ.55, 000/- એક્ટિવા નંગ 1 કિ. 30,000/-મળી કુલ એક લાખ અઠ્ઠા વીસ હજાર બસો વીસ રૂપિયા ના મુદ્દા માલ પકડી પાડયા હતા ત્યારે બે ઈસમો ફરાર થઈ ગયા હતા ફરાર થયેલ ઇસમોને વૉન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story