Connect Gujarat
ભરૂચ

ભરૂચ : એન્જીનિયર્સ ઇન્ડિયા લિમિટેડ ( EIL)ના બોર્ડમાં હરિશ જોષી સ્વતંત્ર નિર્દેશક તરીકે નિમાયાં

ભરૂચની જાણીતી નર્મદા ચેનલના ડીરેકટર હરીશ જોષીની યશકલગીમાં વધુ એક પિંચ્છ ઉમેરાયું છે.

ભરૂચ : એન્જીનિયર્સ ઇન્ડિયા લિમિટેડ ( EIL)ના બોર્ડમાં હરિશ જોષી સ્વતંત્ર નિર્દેશક તરીકે નિમાયાં
X

ભારત સરકારના સાહસ સમાન એન્જીનિયર્સ ઇન્ડિયા લિમિટેડના સ્વતંત્ર નિર્દેશક તરીકે ભરૂચના જાણીતા ઉદ્યોગપતિ, પત્રકાર અને મેનેજમેન્ટના તજજ્ઞ હરિશ જોષીની વરણી કરવામાં આવી છે.

ભરૂચની જાણીતી નર્મદા ચેનલના ડીરેકટર હરીશ જોષીની યશકલગીમાં વધુ એક પિંચ્છ ઉમેરાયું છે. તેમની એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના ઇન્ડીપેન્ડેન્ટ ડીરેકટર તરીકે નિમણુંક કરાય છે. એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના વહીવટી અધિકારક્ષેત્ર સાથે સાથે જોડાયેલું જાહેર સાહસ છે. તેની ગણના "એ" કેટેગરીમાં થાય છે. કંપનીની કામગીરી પર વિસ્તારથી નજર કરવામાં આવે તો ભારત અને વિદેશમાં હાઇડ્રોકાર્બન અને પ્રોસેસિંગ ઉદ્યોગ પ્લાન્ટ સ્થાપવા માટે ડિઝાઇન, એન્જિનિયરિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને કન્સલ્ટન્સી સેવા તરીકે ઉભરી આવેલી એક ખૂબ મહત્વની કંપની છે.

હાઇડ્રોકાર્બન અને પેટ્રોલિયમ, પેટ્રોલિયમ રિફાઇનિંગ, પાઇપલાઇન્સ, ઓન એન્ડ ઓફશોર ઓઇલ એન્ડ ગેસ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ, વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ, ગેસ ડિસ્ટ્રિબ્યુશન, પાવર,થર્મલ, સોલર અને ન્યૂક્લિયર ક્ષેત્રે સેવાઓ પહોંચાડવી એ એનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. આ કંપનીમાં પાંચ પ્રબુધ્ધ નાગરિકોની સ્વતંત્ર ડીરેકટર તરીકે નિમણુંક કરાય છે. જેમાં ભરૂચના હરિશ જોષીનો પણ સમાવેશ થવા જાય છે. હરિશ જોષીની કારર્કીદી તથા અન્ય પાસાઓ પર નજર નાંખીએ તો હરીશ જોષી જાણીતી નર્મદા ચેનલના ડીરેકટર છે. તેમણે માસ્ટર ઓફ સાયન્સ ( M.Sc )ની સાથે માસ કોમ્યુનિકેશનમાં પણ અનુસ્નાતક ડીગ્રી ધરાવે છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ છે. તેઓ વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ભરૂચ સીટીઝન કાઉન્સિલ, ભારતીય વિચાર મંચ, રોટરી ક્લબ અને અન્ય મેનેજમેન્ટ, ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. તેમણે અનેક જાણીતા અખબારોમાં પણ સેવાઓ આપી છે જેમાં ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો પણ સામેલ છે. હાલમાં તેઓ ગુજરાતના અનેક અગ્રણી કોર્પોરેટ ગૃહોના મેનેજમેન્ટ સલાહકાર છે.તેઓ ગુજરાતમાં ભરૂચ સ્થિત પિગમેન્ટ ડિસ્પરશન પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીના ડિરેકટર પણ છે.

Next Story