Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના રાજપારડી ચાર રસ્તા નજીક ભારે ટ્રાફિક જામ, વાહનોની લાગી લાંબી કતારો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર વારંવાર ખરાબ રસ્તાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે

ભરૂચ : ઝઘડીયાના રાજપારડી ચાર રસ્તા નજીક ભારે ટ્રાફિક જામ, વાહનોની લાગી લાંબી કતારો
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર વારંવાર ખરાબ રસ્તાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે, ત્યારે આજરોજ સવારથી જ રાજપારડી ચાર રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

રાજપારડી ચાર રસ્તા ખાતે 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. જેના કારણે હજારો વાહનચાલકો અટવાયા હતા. હાલ સ્ટેટ હાઇવેનું સમારકામ ચાલતુ હોય અને એક સાઈડ પરનો રોડ બંધ હોવાના કારણે ટ્રાફિક જામ થયો હતો, રાજપારડી નજીક મધુમતી પુલ પર ખાડાઓ પડ્યા હોવાના કારણે પણ ટ્રાફિક જામ થાય છે. આ સ્થળે વારંવાર ટ્રાફિક જામ થતો હોવાથી રસ્તે જતા રાહદારીઓ અને બાઇકચાલકો પણ ગુંચવાય તેમજ કેટલીક વાર દર્દીઓને લઈને જતી 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં અટવાય છે. આજરોજ રાજપારડી ચાર રસ્તા પર ફરીથી ટ્રાફિક જામ થયો હતો. જેથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાફિકની સમસ્યા હલ થતી નથી, જેના કારણે વાહન ચાલકોના ઈંધણ તેમજ સમય બગડે છે, ત્યારે હવે વહેલી તકે રસ્તાનું સમારકામ કામ પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Next Story