Connect Gujarat
ભરૂચ

ભરૂચ:પતિએ પત્નીને કહ્યું તલાક તલાક તલાક, પતિ અને સાસરિયાઓ સામે ગુનો નોંધાયો

શેરપુરા વિસ્તારમાં આવેલ અલફલા પાર્કમાં પતિએ પત્નીને 3 વખત તલાક કહી છુટાછેડા આપતા પરણિતાએ પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને ત્રિપલ તલાક અંગે ફરિયાદ નોંધાવી છે

ભરૂચ:પતિએ પત્નીને કહ્યું તલાક તલાક તલાક, પતિ અને સાસરિયાઓ સામે ગુનો નોંધાયો
X

ભરૂચના શેરપુરા વિસ્તારમાં આવેલ અલફલા પાર્કમાં પતિએ પત્નીને 3 વખત તલાક કહી છુટાછેડા આપતા પરણિતાએ પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને ત્રિપલ તલાક અંગે ફરિયાદ નોંધાવી છે

ભરૂચના શેરપુરા ગામ નજીક આવેલ અલફલા પાર્કમાં રહેતી 33 વર્ષીય પરણિતા સુમૈયાબેન ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેણીના લગ્ન 2019માં ફહીમ હારુન રસીદ અરબ સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન પરણિતાને બે સંતાનનું સુખ પ્રાપ્ત થયું છે લગ્નના પંદર દિવસ બાદ પતિ નાની-નાની બાબતે ઝઘડો કરતો હતો જેથી પરણિતા ઘર સંસાર નહિ તૂટે તે માટે બધું સહન કરી લેતી હતી ત્યારે ગતરોજ બપોરના સમયે પતિ નોકરી પરથી આવતા સાસુ અને સસરા કહેવા લાગ્યા હતા કે શનિવારે તેઓની પુત્રી સાથે સારું વર્તન નહિ કરતા તે તેની સાસરીમાં જતી રહી હોવાનું કહી અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો

અને સુમૈયાબેનને ચારેયએ ભેગા મળી માર માર્યો હતો અને ઘરમાંથી નીકળી જવા સાથે પતિએ ત્રણવાર તલાક તલાક તલાક કહી મુસ્લિમ શરિયત મુજબ તલાક આપી દીધા અને તલાક આપીને પણ તને જીવતી નહિ રહેવા દવ તેને પતાવી દઈશ અને તારા માતા-પિતાને પણ પતાવી દઈશ તેવી ધમકી આપી હતી જયારે નણંદે ઝપાઝપી કરી કરતા તેણીને છોડાવી રૂમમાં જતી રહી દરવાજો બંધ કરી 100 નંબર ઉપર ફોન કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને પરણિતાની ફરિયાદને આધારે ભરૂચ બી ડિવિઝન પોલીસે પતિ સહિત ચાર સાસરીયાઓ સામે ત્રિપલ તલાક સહિત ઘરેલુ હિંસાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story