Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરના ભાદી ગામે મોડલ આંગણવાડીનો ઉદ્ઘાટન અને અર્પણ વિધિ સમારોહ યોજાયો

ભરૂચ: અંકલેશ્વરના ભાદી ગામે મોડલ આંગણવાડીનો ઉદ્ઘાટન અને અર્પણ વિધિ સમારોહ યોજાયો
X

અંકલેશ્વરની સન ફાર્મા કંપનીના કોર્પોરેટ રિલેશન્સ વિભાગના વડા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો. અઝાદાર ખાનના વરદ હસ્તે અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં "મોડલ આંગણવાડી" નું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સનફાર્મા કંપની ભરૂચ જિલ્લામાં કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, પર્યાવરણને લગતા વિકાસલક્ષી કાર્યોમા અગ્રેસર છે.કંપનીએ તેમના મોડેલ આંગણવાડી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આ આંગણવાડીનું સંપૂર્ણ નવીનીકરણ કરી મોડલ આંગણવાડીમાં પરિવર્તિત કરવામાં આવી છે. કંપનીએ આ કાર્ય માટે તેમની ગ્રુપ કંપની સન ફાર્મા ડીસ્ટ્રીબ્યુટસૅ લી.ના સી.એસ.આર. ભંડોળ હેઠળ આશરે રૂપિયા 4,00,000 જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે જે ગામના સંપૂર્ણ વિકાસ તરફ પાયાનો ભાગ ભજવશે.આ પ્રસંગે સી.એસ.આર. હેડ બ્રિજેશ ચૌધરી, સી. આર. ડેપ્યુટી જનરલ મેનેજર ભદ્રેશ પટેલ, એચ. આર. હેડ બલજીત શાહ, સી.એસ.આર. સિનિયર એક્સેક્યૂટીવ પ્રતિક પંડ્યા તથા સી.એસ.આર. એક્સેક્યૂટીવ સેજાદ બેલીમ ખાસ ગામના સરપંચ કુસુમબેન વસાવા તથા માજી સરપંચ જુનેદ વાડીયા, રોશન રાયલી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Next Story