Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અવિધા ગામેથી અખાદ્ય ગોળ, તો ગુંડેચા નજીકથી શંકાસ્પદ ડિઝલ ઝડપાયું...

પોલીસે કુલ 11,770 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શંકાસ્પદ ડિઝલ તેમજ અખાદ્ય ગોળના ઝડપાયેલ જથ્થા બાબતે રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

ભરૂચ : અવિધા ગામેથી અખાદ્ય ગોળ, તો ગુંડેચા નજીકથી શંકાસ્પદ ડિઝલ ઝડપાયું...
X

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે દારૂ બનાવવાના કામમાં ઉપયોગમાં લેવાતા અખાદ્ય ગોળના જથ્થા સાથે એક વેપારી ઝડપાયો હતો, જ્યારે ગુંડેચા ગામ નજીકથી શંકાસ્પદ ડિઝલનો જથ્થો ઝડપાયો હતો. મળતી માહિતી અનુસાર, રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડને મળેલ બાતમીના આધારે ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક બોલેરો ગાડીમાં પ્લાસ્ટિકના 4 કારબામાં શંકાસ્પદ અને ચોરીનું મનાતું 180 લિટર જેટલું ડિઝલ લઇને જતા રાજપારડીના રહેવાસી ચેતન પરમાર તેમજ ગુંડેચાના રહેવાસી અજય વસાવા, જ્યારે અવિધા ગામે ત્રીકોણ ફળિયામાં આવેલ દેવીપુજા કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી નારાયણલાલ મહારામ ગુર્જર દુકાનમાં વેચાણ માટે રાખેલ દારૂ બનાવવાના કામમાં ઉપયોગમાં લેવાતા ગોળ અને ફટકડીના જથ્થા સાથે ઝડપાયો હતો. તપાસ દરમિયાન ગોળનો જથ્થો અખાદ્ય હોવાની ખાતરી થઇ હતી. પોલીસે કુલ 11,770 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શંકાસ્પદ ડિઝલ તેમજ અખાદ્ય ગોળના ઝડપાયેલ જથ્થા બાબતે રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story